Gujarat Corona Update

 


Gujarat Corona Update: ગુજરાતમાં ગયા અઠવાડિયે કોરોના વાયરસના નવા કેસોમાં આંશિક ઘટાડો થયો હતો પરંતુ ત્યાર બાદ ફરીથી નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે નવા 665 કેસ નોંધાયા હતા ત્યારે ફરીથી કોરોના વાયરસના નવા કેસોમાં ઉછાળો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 717 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ કેસ અમદાવાદ (Ahmedabad) શહેરમાં નોંધાયા છે.

સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમિત થયેલા 562 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે. આજે રાજ્યમાં કોઈ મોત નોંધાયું નથી.

આજે ક્યાં કેટલા કેસ નોંધાયા?

રાજ્યમાં આજે નોંધાયેલા નવા 717 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 309, સુરત શહેરમાં (Surat) 88, વડોદરા શહેરમાં (Vadodara) 29, ગાંધીનગર શહેરમાં 31, ભાવનગર શહેરમાં 16, રાજકોટ શહેરમાં 15 અને જામનગર શહેરમાં 1 કેસ નોંધાયા છે.

અન્ય જિલ્લાઓના કેસ જોઈએ તો, વલસાડમાં 21, પાટણમાં 19, નવસારીમાં 14, મહેસાણામાં 25, સુરતમાં 28, ભરુચમાં 22, મોરબીમાં 13, વડોદરામાં 12, બનાસકાંઠા અને કચ્છમાં 8-8 કેસ, અમદાવાદ, દ્વારકા અને ભાવનગરમાં 7-7 કેસ, રાજકોટ અને સાબરકાંઠામાં 5-5 કેસ, અમરેલી, આણંદ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં 4-4 કેસ, જામનગરમાં 3, અરવલ્લી અને ખેડામાં 2-2 કેસ, ગીર સોમનાથ, જૂનાગઢ, તાપી અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો છે.

562 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 3879 થયાઃ

રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 562 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,21,244 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 3879 થયા છે, જેમાં 1 દર્દી વેન્ટિલેટર પર છે, જયારે 3878 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે કોઈ દર્દીનું મૃત્યુ નથી થયું. કોરોનાથી કુલ મોતનો આંક 10,948 છે.

Comments