મહારાષ્ટ્ર સંકટ પર પવારનું નિવેદન
શરદ પવારે વધુમાં કહ્યું કે સરકાર બચાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે. શિંદેના નિવેદનથી સપષ્ટ થાય છે કે તેમની પાછળ કોણ છે. ઉદ્ધવ સરકાર સારૂ કામ કરી રહી છે. બળવાખોર ધારાસભ્યોએ કિંમત ચૂકાવવી પડશે. બધી જ પાર્ટીઓના આંકડા મારી પાસે છે. ફ્લોર ટેસ્ટમાં બહુમત સપષ્ટ થશે. ધારાસભ્યો મુંબઈ આવશે ત્યારે જ આખી તસ્વીર સાફ થશે. તેમણે વધુમાં કહ્યું કે અઢી વર્ષના કાર્યકાળમાં તેમને હિન્દુત્વ યાદ ના આવ્યુ. અમે સરકાર બનાવવાના બનતા પ્રયાસ કરીશું.
અગાઉ ડેપ્યુટી સીએમ અજીત પવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારને બચાવવા માટે તેમની સાથે ઉભા છીએ. સરકાર બચાવવાની જવાબદારી ત્રણેય દળની છે. NCP પર લગાડવામાં આવેલા તમામ આરોપ પાયાવિહોણા છે.
NCP નેતા અજીત પવારે વધુમાં જણાવ્યું કે NCPના તમામ ધરાસભ્યો અમારી સાથે છે. વિકાસના કાર્યોમાં અમે અવરોધ બનશું નહિ. અમે સરકાર બચાવવાના બનતા પ્રયાસ કરીશું. સંજય રાઉતે આવું નિવેદન આપ્યું તેનું મને ખ્યાલ નથી, આ વિશે ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરીશ. અમે અંત સુધી શિવસેના સાથે રહીશું.
Comments
Post a Comment